Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 6:8 - કોલી નવો કરાર

8 પણ ઈસુ તેઓના વિસાર જાણતો હતો ઈ હાટુ જે માણસનો હાથ હુકાઈ ગયેલો હતો, એણે એને કીધું કે, “ઉઠ, બધાય લોકોની હામે ઉભો થય જા ઈ હાટુ ઈ માણસ ઉભો થય ગયો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 6:8
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ તેઓના વિસારો જાણીને કીધુ કે, “તમારે એવા ખરાબ વિસારો નો કરવા જોયી.”


ઈસુએ હુકાઈ ગયેલા હાથવાળા માણસને કીધુ કે, “બધાય લોકોની, હામે ઉભો થય જા ઈ હાટુ ઈ માણસ ઉભો થય ગયો.”


જઈ ઈસુએ એને જોયને એને પાહે બોલાવીને કીધું કે, “બાય, તારો મંદવાડ તારી પાહેથી આઘો વયો ગયો છે.”


પણ ઈસુએ તેઓના વિસારો જાણીને તેઓને કીધુ કે, “તમે તમારા હ્રદયમાં શું વિસાર કરો છો?”


પછી ઈસુએ તેઓને કીધુ કે, “શું વિશ્રામવારના દિવસે હારું કરવુ કે, ખરાબ કરવુ લાયક છે, કા કોયને બસાવવો કે મરવા દેવો?”


અને એને કોયની જરૂર નથી, કેમ કે એને લોકોના વિષે બતાવ્યું, કારણ કે, માણસના મનમા શું છે ઈ ઈસુ જાણતો હતો.


ઈસુએ ત્રીજીવાર પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” તઈ પિતર ઉદાસ થયો ઈ હાટુ કે, એણે ત્રીજીવાર એને પુછયું કે, “શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” અને પિતરે જવાબ દીધો કે, “હે પરભુ, તમને બધુય ખબર છે તમે આ જાણો છો કે, હું તમારી ઉપર પ્રેમ રાખું છું” ઈસુએ એને કીધું કે, “મારા ઘેટાઓને સરાવ.”


જ્યાં લગી દિવસ છે, મને મોકલનારાના કામમા લાગી રેવું જરૂરી છે. કેમ કે, રાત થાવાની છે, જેમાં કોય માણસ કામ નથી કરી હક્તો.


પણ હું પોતાના જીવને કાય નથી હમજાવતો કે એને વાલો માનું, પણ આ કે હું પોતાની દોડ અને સેવાને પુરી કરું, જે મે પરમેશ્વરની કૃપાથી હારા હમાસાર ઉપર સાક્ષી દેવા હાટુ પરભુ ઈસુથી મેળવી છે.


રાજા આગ્રીપા, હું બીયા વગર બોલું છું, કેમ કે તુ ઈ વાતોને જાણે છે, અને મને વિશ્વાસ છે કે, આ વાતોમાંથી કાય એનામાંથી હતાડેલી નથી, કેમ કે આ બાબત ખૂણામાં સાની મની નથી થય.


અને કોય વાતમાં વિરોધીથી જરાય બીતા નય. તમારી આ હિંમત તેઓની હાટુ વિનાશની સોખી નિશાની છે, પણ તમારી હાટુ તારણની નિશાની છે, અને ઈ પરમેશ્વર તરફથી છે.


પરમેશ્વર દરેક લોકોના વિષે જાણે છે, અને જે કાય પણ આપડે આપડા જીવનભર કરયુ છે, ઈ દરેક કામનો હિસાબ આપવો પડશે, જેની હામે બધીય વસ્તુઓ ખુલી અને પરગટ છે.


ઈ હાટુ જઈ મસીહે પોતાના દેહમાં રેતી વખતે દુખ સહન કરયુ, ઈ હાટુ તમારે પણ એવી જ રીતે દુખ સહન કરવા તૈયાર રેવું જોયી, જે એનામા હતું, કેમ કે, જો તમે મસીહ હાટુ દુખ સહન કરવા તૈયાર છો, તો તમે પાપ નય કરવાનું નક્કી કરી લીધું છે.


હું ઈ લોકોને મારી નાખય જે એના શિક્ષણનું અનુસરણ કરે છે, અને બધીય મંડળીઓ જાણી લેહે કે હું જ છું જે દરેક વ્યક્તિના મનના વિચારોને અને હેતુને પારખુ છું હું તમારામાના દરેકને એના કામ પરમાણે ફળ આપય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ