7 પણ યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો ઈસુને પાહેથી જોય રયા હતાં કે, ઈ વિશ્રામવારના દિવસે કોયને હાજો કરશે કે, નય જેથી તેઓને એની ઉપર આરોપ મુકવાનું કારણ મળે.
કેટલાક લોકો જેઓ ન્યા હતાં તેઓ ઈસુની ભૂલ ગોતવા હાટુ કારણ ગોતતા હતાં, ઈ હાટુ તેઓ એને ધ્યાનથી જોવા લાગ્યા જેથી તેઓ જોવે કે, ઈ એને યહુદી લોકોના વિશ્રામવારના દિવસે હાજો કરશે કે નય.
પણ વિશ્રામવારે ઈસુએ એને હાજી કરી, જેથી યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાના અમલદારે ગુસ્સે થયને લોકોને કીધું કે, “છ દિવસ છે જેમાં માણસોએ કામ કરવુ જોયી, ઈ હાટુ ઈ દિવસોમાં આવીને હાજા થાવુ જોયી, પણ યહુદી વિશ્રામવારે નય.”
એની વાતને થોડાક ફરોશી ટોળાના લોકોનું ટોળું કેવા લાગ્યા કે, “ઈ માણસ પરમેશ્વરનો મોકલેલો નથી, કેમ કે ઈ વિશ્રામવારનો દિવસ નથી પાળતો,” થોડાક બીજા લોકોએ કીધું કે, “કોય પાપી માણસ આવા સમત્કાર નથી કરી હકતો,” ઈ વાતને લીધે એનામા ભાગલા પડી ગયા છે.