49 પણ જે માણસ મારા વચનને હાંભળીને પાળતો નથી ઈ એની જેવો છે કે, જેને પાયો નાખ્યા વિના જમીન ઉપર પોતાનુ ઘર બાંધ્યુ એણે નદીનો થપાટો લાગ્યો અને એનો હાવ નાશ થય ગયો.
પણ તેઓ પરમેશ્વરનાં વચનને પોતાના હ્રદયમાં મુળયાનું ઊંડાણ નો હોવાના કારણે તેઓ થોડાક દિવસો હાટુ રેય છે, અને જઈ વચનને લીધે આફત કા સતાવણી આવે છે, તઈ ઈ તરત ઠોકર ખાય છે. તેઓ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે.
ઈ એવા માણસ જેવો છે જેને ઘર બનાવવા હાટુ જમીનમાં ઊંડું ખોદીને પાણા ઉપર પાયો નાખ્યો, જઈ પુર આવ્યુ તઈ ઈ ઘર ઉપર નદીનો થપાટો લાગ્યો, પણ એને હલાવી હક્યો નય કેમ કે, ઈ હારી રીતે બાંધેલુ હતું.
ઘણીય વાર મે તેઓને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં સજા કરાવી અને એણે મસીહની નિંદા કરવાની કોશિશ કરી. હું એની ઉપર એટલો બધો ગુસ્સે હતો કે, હું તેઓની સતાવણી કરવા હાટુ બીજા શહેરોમાં હોતન ગયો.
આ કારણથી જઈ હું આ જાણયા વિના રય નો હકયો કે, તમે કેમ છો, તો તમારા વિશ્વાસની વિષે જાણવા હાટુ મે તિમોથીને તમારી પાહે મોકલ્યો, કેમ કે મને બીક હતી કે, પરીક્ષણ કરનારો શેતાને તમારી પરીક્ષા કરી હોય, અને અમારી મેનત નકામી ગય હોય.
કેમ કે, જો ઈ આપડો પરભુ અને તારનાર ઈસુ મસીહના જ્ઞાન દ્વારા જગતના ભ્રષ્ટાચારથી બસી ગયા છે પણ પાછા એમા ફસાય જાય છે અને હારી જાય છે, તો એની છેલ્લી દશા પેલાની દશા કરતાય વધારે ભુંડી થય જાય છે.
તેઓ મસીહ વિરોધી આપડી મંડળીના હતાં તેઓ આપણામાના નોતા પણ છોડીને વયા ગયા, કેમ કે, તેઓ આપણામાના નોતા. જે તેઓ આપડી સંગતમાંના હોત તો, આપડી હારે રેત. પણ તેઓ વયા ગયા જેનાથી ખબર પડે કે, તેઓમાંથી કોય પણ આપડા હતાં જ નય.