48 ઈ એવા માણસ જેવો છે જેને ઘર બનાવવા હાટુ જમીનમાં ઊંડું ખોદીને પાણા ઉપર પાયો નાખ્યો, જઈ પુર આવ્યુ તઈ ઈ ઘર ઉપર નદીનો થપાટો લાગ્યો, પણ એને હલાવી હક્યો નય કેમ કે, ઈ હારી રીતે બાંધેલુ હતું.
પણ જે માણસ મારા વચનને હાંભળીને પાળતો નથી ઈ એની જેવો છે કે, જેને પાયો નાખ્યા વિના જમીન ઉપર પોતાનુ ઘર બાંધ્યુ એણે નદીનો થપાટો લાગ્યો અને એનો હાવ નાશ થય ગયો.
અને ઈ દરેક એક શહેરમાં વિશ્વાસી લોકોને પ્રોત્સહાન આપતા રેય અને ઈ સાક્ષી આપતા હતાં કે, વિશ્વાસમા બનેલા રયો, અને ઈ પણ કેતા હતાં કે, “આપણને બોવ દુખ સહન કરીને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું પડશે.”
તો પણ પરમેશ્વરનાં લોકો એક મજબુત બનાવેલા ઘરના પાયાની જેમ છે, એની ઉપર આ વચનની મહોર લગાડેલી છે કે, “પરભુ જાણે છે કે એના લોકો કોણ છે” અને ઈ પણ લખેલુ છે કે, “જો કોય પણ પરભુનુ ભજન કરે છે ઈ ભુંડુ કરવાનું છોડી દેય.”
ઈજ કારણે ભાઈઓ, તમે પોતાને અને બીજા લોકોને ઈ બતાવવા હાટુ હજી હારો વ્યવહાર કરવા હાટુ કઠણ પ્રયત્ન કરો કે, પરમેશ્વરે તમને ખરેખર ગમાડયા છે અને તમને પોતાના લોકો થાવા હાટુ બોલાવ્યા છે. જો તમે એવુ કરશો તો પાક્કી રીતે પરમેશ્વરથી જુદા નય થાવ.
પરમેશ્વર તમને એની ઉપર વિશ્વાસમા બનાવેલા રાખવામાં શક્તિશાળી છે. ઈ તમને પોતાની હાજરીમાં પણ લય લેહે જ્યાં સરસ અંજવાળું છે તમે બોવજ રાજી થાહો અને પાપથી બસેલા રેહો.