Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 6:47 - કોલી નવો કરાર

47 જે કોય મારી પાહે આવે છે, મારી વાતો હાંભળે અને ઈ માંને છે, પાળે છે, ઈ કોની જેવો છે? ઈ હું તમને બતાવય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 6:47
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, મારો સ્વર્ગમાનો બાપની મરજી મુજબ કરશે, ઈ જ મારો ભાઈ, બેન, અને માં છે.


ઈ બોલતો હતો, એટલામાં એક વાદળો આવ્યો અને એના છાયાથી તેઓને ઢાંકી દીધા અને ઈ વાદળામાંથી પરમેશ્વરની એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે, એની ઉપર હું રાજી છું, એનું હાંભળો.”


પછી ઈસુએ કીધું કે, “હા, પણ આશીર્વાદિત તેઓ છે, જે લોકો પરમેશ્વરની વાત હાંભળે છે, અને એને પાળે કરે છે.”


જો કોય પણ મારી પાહે આવે જે એના બાપને, માંને, બાયડીને, બાળકોને, ભાઈઓને અને બહેનોને મારા કરતાં વધારે પ્રેમ કરે છે, ઈ મારો ચેલો નો થય હકે. ઈ પોતાની જાતને પ્રેમ કરે એના કરતાં વધીને મને પ્રેમ કરવો જોયી.


ઈ એવા માણસ જેવો છે જેને ઘર બનાવવા હાટુ જમીનમાં ઊંડું ખોદીને પાણા ઉપર પાયો નાખ્યો, જઈ પુર આવ્યુ તઈ ઈ ઘર ઉપર નદીનો થપાટો લાગ્યો, પણ એને હલાવી હક્યો નય કેમ કે, ઈ હારી રીતે બાંધેલુ હતું.


પાણાવાળી જમીનમાં વવાયેલું બી ઈજ છે કે, જેઓ વચન હાંભળીને તરત જ હરખથી માની લેય છે. પણ તેઓ પરમેશ્વરનાં વચનને પોતાના હૃદયમાં મુળયાનું ઊંડાણ નો હોવાના કારણે તેઓ થોડાક દિવસો હાટુ ભરોસો કરે છે, અને જઈ પરીક્ષણ આવે છે ઈ વખતે વચન ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે.


અને બીજા બી હારી જમીનમાં પડયા, ઈ ઉગયા, એને હો ગણા ફળ દીધા. ઈ વાતો કેતા એણે મોટી રાડ પાડીને કીધું કે, “જે મારી વાતો હાંભળી હકતા હોય, ઈ કાન દયને ધ્યાનથી હાંભળે અને હમજે.”


મારા ઘેટા મારો હાદ હાંભળે છે, અને હું તેઓને ઓળખું છું, અને તેઓ મારા ચેલાઓ બને.


જઈથી હવે તમે ઈ વાત જાણો છો કે, જો તમે આવું કરો, તો પરમેશ્વર તમારી ઉપર બોવ રાજી થાહે.


જો તમે મને પ્રેમ કરો છો, તો મારી આજ્ઞાઓને માનશો.


તો પણ તમે મારી પાહે નથી આવવા માગતા જેથી તમને અનંતજીવન મળે.


ઈસુએ તેઓને કીધું કે, “જીવનની રોટલી હું છું. જે મારી પાહે આયશે એને હું ભૂખ નય લાગે જે મારી ઉપર વિશ્વાસ કરે છે, એને કોયદી તરસ નય જ લાગે.


બાપ મને જે દેય છે ઈ બધુય મારી પાહે આયશે જે મારી પાહે આયશે એને હું એને કાઢી નય મુકુ.


યહુદી લોકોના આગેવાનોએ એને કીધું કે, “હવે અમને પાકો વિશ્વાસ થય ગયો છે કે, તારામાં મેલી આત્મા છે. કેમ કે, ઈબ્રાહિમ અને આગમભાખીયા પણ મરી ગયા, અને તુ કેય છે કે, જો કોય માણસ મારા વચનના પરમાણે હાલશે, તો એનુ મોત ક્યારેય નય થાય.


અને પુરેપુરા થયને પોતાની આજ્ઞાનું પાલન કરનારા બધાય હાટુ અનંત તારણનું કારણ બન્યા.


ઈ હાટુ જે કોય ભલાય કરવાનું જાણતો હોય છે, અને નથી કરતાં, તેઓની હાટુ આ પાપ છે.


તમે પરભુ ઈસુ મસીહની પાહે આવ્યા છો. ઈ એક ઘરના પાયામાં રાખેલા મુખ્ય પાણાની જેમ છે, પણ ઈ એક જીવતો પાણો છે, કેટલાક લોકોએ એને અપનાવો નોતો, પણ પરમેશ્વરે એને ગમાડી લીધો અને એને બોવજ કિમતી માંને છે, અને જેવી રીતે લોકો પાણાઓથી ઘર બનાવે છે એવી જ રીતે પરમેશ્વર તમને એક હારે એક ટોળામાં ભેગા કરી રયો છે, જેમાં એનો આત્મા રેય છે એટલે કે, જે ઈસુ મસીહે આપડા હાટુ કરયુ, એના દ્વારા તમે ઈ યાજકોની જેમ જે બલિદાન સડાવે છે, એવા કામો કરો, જે પરમેશ્વરને રાજી કરે છે.


ઈજ કારણે ભાઈઓ, તમે પોતાને અને બીજા લોકોને ઈ બતાવવા હાટુ હજી હારો વ્યવહાર કરવા હાટુ કઠણ પ્રયત્ન કરો કે, પરમેશ્વરે તમને ખરેખર ગમાડયા છે અને તમને પોતાના લોકો થાવા હાટુ બોલાવ્યા છે. જો તમે એવુ કરશો તો પાક્કી રીતે પરમેશ્વરથી જુદા નય થાવ.


કેમ કે, તમે જાણો છો કે, મસીહ ન્યાયી છે, તો આ પણ જાણો છો કે, જો કોય ન્યાયપણાનું કામ કરે છે, તો તેઓ પરમેશ્વરનાં સંતાન છે.


હે વાલા બાળકો, કોય તમને છેતરી નો જાય, જે ન્યાયપણાનું કામ કરે છે, ઈ જ મસીહની જેમ ન્યાયી છે.


આશીર્વાદિત છે તેઓ, જે પોતાના લુગડાને ઘેટાના બસ્સાના લોહીથી શુદ્ધ બનાવી લેય છે કેમ કે, તેઓને ઈ શહેરના દરવાજાથી અંદર આવવાનો અધિકાર દેવામા આયશે અને ઈ ઝાડથી ફળ ખાવાનો અધિકાર આપવામા આયશે જે જીવન આપનાર છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ