46 ઈસુએ ઈ લોકોને કીધુ કે, જઈ તમે મારું કેવું માનતા નથી તો તમે મને હે પરભુ! હે પરભુ! હુકામ કયો છો?
એની પછી ઈ બીજી કુંવારીઓ પાછી આવીને રાડુ પાડીને વરરાજાને કેવા મંડી કે, “ઓ માલિક, ઓ માલિક, અમારી હાટુ કમાડ ઉઘાડો!”
પછી જેને એક તાલંત મળ્યો હતો, એણે પણ આવીને કીધુ કે, હે માલીક, જ્યાં નથી વાવ્યુ, ન્યાથી તું કાપનાર અને જ્યાં નથી વેરયુ, ન્યાથી તું ભેગુ કરનાર છે, મે એને એવો કડક માણસ જાણ્યો.
તઈ તેઓ જવાબ આપશે કે, “હે પરભુ, ક્યારે અમે તને ભૂખો, તરસો, માંદો અને જેલખાનામાં જોયને તારી સેવા કરી નય?”
પોતાની જાતને દગો નો આપો, કોય પણ પરમેશ્વરની ઠેકડી કરી નથી હકતા કેમ કે, માણસ જે કાય વાવે છે, ઈ એને લણશે.
પરમેશ્વરનાં વચનને ખાલી હાંભળનારા બનીને પોતાની જાતને દગો નો આપો, પણ વચનને માનનારા બનો.