41 તું એક નાના પાપ હાટુ પોતાના સાથી વિશ્વાસી ભાઈનો ન્યાય કેમ કરે છે, જે એની આંખમાં કાક કણાની જેમ છે, જઈ તારા જીવનમાં એક મોટો પાપ છે જે તારી પોતાની આંખમાં પડેલા મોટા કસરાની જેમ છે.
અને જઈ તને પોતાના જ મોટા પાપો દેખાતા નથી, તો તુ તારાથી નાના પાપવાળા ભાઈથી કેવી રીતે કય હકે કે, ઓ ભાઈ ઉભો રે હું તારા પાપો કાઢવા હાટુ મદદ કરું? અરે ઢોંગી, પેલા તુ તારામાંથી મોટા-મોટા પાપો કાઢ, પછી જ તારા ભાઈનાં નાના નાનાં પાપો કાઢવા હાટુ મદદ કરી હકય.
ક્દાસ તમે એવુ વિસારો છો કે, તમે એવા લોકોની ઉપર ગુનો લગાડી હકતા હોવ, પણ તુ જે બીજાની ઉપર ગુનો લગાડ છો, તુ કોય બહાનુ કાઢી હકય નય કેમ કે, જે વાતોમાં તુ બીજા ઉપર ગુનો લગાડ છો, ઈજ વાતમાં પોતાની જાતને પણ ગુનેગાર ઠેરાવ છો, ઈ હાટુ કે, તુ જે ગુનો લગાડ છો, પોતે ઈજ કામ કર છો.