31 અને જેમ તમે ઈચ્છો છો કે, બીજા માણસો તમારી હારે હારો વેવાર કરે, તો તમે પણ તેઓની હારે હારો વેવાર કરો.
બીજી આજ્ઞા એની જેવી જ છે, એટલે જેવો પોતાના ઉપર એવો જ પોતાના પાડોશી ઉપર પ્રેમ કર.
ઈ કારણે જે કાય તમે ઈચ્છો છો કે, બીજા માણસો તમારી હારે હારો વેવાર કરે, તો તમે પણ તેઓની હારે હારો વેવાર કરો; કેમ કે, નિયમ અને આગમભાખીયાઓનું શિક્ષણ ઈ જ છે.
જે કોય તમારી પાહે કાય માગે, તો એને આપો; અને જે કોય તમારી વસ્તુ આસકી લેય તો, એની પાહેથી તુ પાછી માંગતો નય.
કેમ કે, આખુ નિયમશાસ્ત્ર એક જ વચનમાં પુરૂ થાય છે, એટલે કે, “જેમ તમે પોતાના ઉપર પ્રેમ રાખો છો એમ તમારા પડોસી ઉપર પ્રેમ રાખો.”