પોતાની વસ્તુઓ અને જમીન જાયદાદ વેસીને ગરીબ લોકોને આપી દયો; અને પોતાની હાટુ એવો બટવો તૈયાર કરો, જે કોયદી સોરાતુ નથી, કા સ્વર્ગમા એવી મિલકત ભેગી કરો કે, જે સદાયની હાટુ રેય છે, જ્યાં સોર આવતાં નથી, અને કીડા ખાય જાતા નથી.
ઈસુએ આ હાંભળીને એને કીધુ કે, “હજી તારે એક વધારે કામ કરવાની જરૂર છે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે, અને મારો ચેલો બનીજા.”
આપો એટલે તમને અપાહે; હારુ માપ દાબેલું ને હલાવેલું ઉભરાએલુ તમારા ખોળામાં ઈ ઠલવી દેહે કેમ કે, “જેટલું વધારે ધ્યાનથી તમે હાંભળો છો એટલી વધારે હમજ તમને અપાહે, અને હજી વધારે તમે હમજી હકશો.”
મે તમને બધુય કરીને તમને બતાવ્યું કે, આપડે કેવી રીતે મેનત કરતાં નબળાઓને મદદ કરવી જોયી, અને પરભુ ઈસુના વચનો નો સ્મરણ રાખવો જોયી, જે એણે પોતે કીધું છે કે, “લેવાથી દેવું ધન્ય છે.”