અને તેઓને ઈસુને કીધુ કે, “આ બાળકો જે કેય છે, ઈ શું તું હાંભળે છે?” તઈ તેઓને ઈસુએ જવાબ દીધો કે, “હા, શું તમે કોયદી શાસ્ત્રમાં આ વાંસ્યુ નથી કે, બાળકોના અને ધાવણાઓના મોઢાથી સ્તુતિ કરાવી છે?”
શું તમે શાસ્ત્રનો ઈ ભાગ નથી વાસો જે મસીહની હરખામણી એક ખાસ પાણાથી કરે છે? ઈ કેય છે કે, “જે પાણાને કડીયાઓએ ફેકી દીધો, ઈજ પાણો છે જે આખાય ઘરમાં બધાયથી ખાસ પાણો બની ગયો.
મરેલાના જીવતા ઉઠવાના વિષે મૂસાની સોપડીમા લખવામાં આવ્યું છે કે, હળગતા ઝડવામાંથી મૂસાની હારે વાતો કરે છે, પરમેશ્વરે મુસાને કીધુ કે, હું ઈબ્રાહિમનો પરમેશ્વર છું, અને ઈસહાકનો અને યાકુબનો પરમેશ્વર છું, અને મરેલાઓનો પરમેશ્વર નથી, પણ જીવતાઓનો પરમેશ્વર છું.