29 જે કોય તમને એક ગાલ ઉપર લાફો મારે, તો એની હામે તમારો બીજો ગાલ પણ ધરી દયો; અને જે તમારો કોટ આસકી લેય, તો એને તમારુ બુસ્કોટ હોતન લય લેવા દયો.
તઈ તેઓએ એના મોઢા ઉપર થુકીને, એને ઢીકા મારયા અને બીજાઓએ એને લાફો મારયો અને ઠેકડી કરીને કીધુ કે,
અને પછી તેઓએ એની આંખુ ઉપર પાટો બાંધીને લાફો મારીને એને પુછયું કે, “જો તુ આગમભાખનાર હોય તો અમને બતાવે કે, તને કોણે મારયો!”
જે કોય તમારી પાહે કાય માગે, તો એને આપો; અને જે કોય તમારી વસ્તુ આસકી લેય તો, એની પાહેથી તુ પાછી માંગતો નય.
જઈ ઈસુએ ઈ લોકોને જવાબ દીધો કે, તો મંદિરના ચોકીદારમાંથી એક જે પાહે ઉભો હતો, ઈસુને લાફો મારીને કીધું કે, “શું તુ પ્રમુખ યાજકને આવી રીતે જવાબ દે છો?”
પાઉલે જે કીધું આ હાંભળીને અનાન્યા પ્રમુખ યાજક જે એની પાહે ઉભો હતો, એના મોઢાં ઉપર લાફો મારવાનો હુકમ દીધો.
હજી હુધી અમે ભૂખ્યા અને તરસા અને લુગડા વગરના છયી સતાવણી સહન કરી છયી અને ઘરબાર વગરના છયી.
ઈ હાટુ હમણાં તમારામાં હાસીન ગેરહમજ ઉભી થય છે કે, તમે એકબીજા ઉપર આરોપ લગાડો છો. એમ કરવાને બદલે તમે કેમ અન્યાય સહન કરતાં નથી?
કેમ કે, જો કોય તમને ગુલામ બનાવે છે કે, જો કોય તમારું ખાય જાય છે, કે, જો કોય તમને ફસાવે છે, કે, જો કોય તમને લાફો મારે છે, તો તમે એનું સહન કરો છો.
તમે કેદીઓના દુખોમાં પણ ભાગીદાર થ્યા અને જઈ તમારી મીલક્ત જપ્ત કરી લીધી, ઈ વખતે તમે ઈ ખોટને રાજીથી સહન કરી, કેમ કે તમે જાણતા હતા કે એનાથી પણ વધારે હારી મિલકત સદાય હાટુ સ્વર્ગમાં છે જેનો પરમેશ્વરે વાયદો કરયો છે.