તમે આશીર્વાદિત છો, માણસના દીકરાની ઉપર વિશ્વાસ કરવાને લીધે લોકો તમારો વિરોધ કરશે, અને તમને બારે કાઢી મુકશે, અને મેણા મારશે, અને તમારુ નામ ભુંડું માનીને કાઢી નાખશે.
પણ તમે તમારા દુશ્મનો ઉપર પ્રેમ રાખો, અને તેઓનું હારું કરો, પાછુ મળવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરમપ્રધાન પરમેશ્વરનાં દીકરા થાહો; કેમ કે ભલા અને પાપી લોકો ઉપર તેઓ દયાળુ છે.
પણ જે બી હારી જમીન ઉપર પડયું છે, ઈ એવુ બતાવે છે કે, લોકો પરમેશ્વરનું વચન હાંભળીને તેઓના હ્રદયમાં હારી રીતે અને માનપૂર્વક અપનાવે છે. તેઓ વિશ્વાસ કરવામા અને વચન પાળવામાં મજબુત છે, જેથી તેઓને કોશિશ કરવાથી વારેઘડીયે હારું ફળ આપે છે.
ઈ હાટુ તમે કેવી રીતે હાંભળો છો? ઈ વિષે સેતતા રયો, કેમ કે જેની પાહે છે, એને અપાહે; અને હજી વધારે અપાહે પણ જેની પાહે કાય નથી; એની પાહે જે છે, ઈ પણ લય લેવામાં આયશે.”
પરમેશ્વરે કેવી રીતે નાઝરેથ ગામના ઈસુને પવિત્ર આત્મા અને સામર્થથી અભિષેક કરયો, ઈ ભલાય કરતો અને શેતાનથી સંતાવેલા લોકોને હાજા કરતો ફરતો કેમ કે, પરમેશ્વર એની હારે હતો.
હે વાલા મિત્રો ઈ લોકોની નકલ નો કરો જે ખરાબ કામો કરે છે, પણ ઈ લોકો જેવા બનો જેઓ ભલું કામ કરે છે, જો કોય હારું કામ કરે છે ઈ પરમેશ્વર તરફથી છે, પણ જો કોય ખરાબ કામ કરે છે ઈ પરમેશ્વરને નથી ઓળખતા.