પણ તમે તમારા દુશ્મનો ઉપર પ્રેમ રાખો, અને તેઓનું હારું કરો, પાછુ મળવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરમપ્રધાન પરમેશ્વરનાં દીકરા થાહો; કેમ કે ભલા અને પાપી લોકો ઉપર તેઓ દયાળુ છે.
ખાલી આજ નય, પણ જઈ આપડે મુશ્કેલીઓમાં હોયી તઈ પણ આનંદ કરી હકી છયી કેમ કે, આપડે જાણી છયી કે, કેમ કે, આપડે દુખ ઉપાડી છયી. તો હારી રીતે ધીરજ રાખવાનું શીખી છયી.
પણ વિશ્વાસ વગર પરમેશ્વરને રાજી કરી હકાય નય, કેમ કે પરમેશ્વરની પાહે જે આવે છે એને એવો વિશ્વાસ કરવો જોયી કે, પરમેશ્વર છે અને જે એને ખંતથી ગોતે છે, તેઓને ઈ એનું ફળ આપે છે.
એની બદલે, રાજી થાવ કે, તમને હોતન એવી વસ્તુઓથી પીડા છે, જે મસીહે સહન કરયા. જઈ તમે પીડા ભોગવો છો તઈ હરખાવ, જેથી તમે બોવજ રાજી થાહો, જઈ મસીહ પાછો આયશે અને બધાયને દેખાડશે કે, ઈ કેટલો મહિમાવાન છે.
ધ્યાનથી સંદેશાને હાંભળો, જે પરમેશ્વરનો આત્મા મંડળીઓને કેય છે. જે જીતી જાહે હું એને ગુપ્ત રાખેલુ મન્ના આપય, જે તમને મજબુત કરશે અને હું એને એક ધોળો પાણો હોતન આપય, જેની ઉપર હું એક નવુ નામ એની હાટુ કોતરય અને આ નામ જે હું આપુ છું, એને ખાલી ઈજ જાણશે.
જે કોય પણ મારા સંદેશાને હમજવા માગે છે, એને આ સંદેશાને ધ્યાનથી હાંભળવો જોયી, જે પરમેશ્વરની આત્મા મંડળીને કેય છે, સંદેશો આ છે કે, હું ઈ લોકોને જે વિજય મેળવે છે એને સ્વર્ગના બગીસામાથી ઈ ઝાડના ફળ ખાવાની રજા આપય, જે અનંતજીવન દેય છે.
ઈ જે વિજય પામે છે, તેઓ પરમેશ્વરનાં મંદિરમા સ્તંભની જેમ હશે, જેની હું સેવા કરું છું અને હું તને કોય દિ છોડય નય, અને હું એના દેહ ઉપર મારા પરમેશ્વરનું નામ લખય અને પરમેશ્વરનાં શહેરનું નામ લખય, આ ઈજ છે જેને નવું યરુશાલેમ શહેર કેવા આવે છે જે સ્વર્ગથી છે, એટલે કે, મારા પરમેશ્વર તરફથી જે નીસે આયશે.
જે કોય પણ ભુંડાય કરવાથી રાજી નથી થાતો એને પણ એની જેમ ધોળા લુગડા પેરાવામાં આયશે, હું એનુ નામ ઈ સોપડીમાથી નય મટાડય, જેમાં પરમેશ્વરે ઈ લોકોના નામ લખ્યા છે, જેને અનંતજીવન મળશે, હું મારા બાપની હામે અને એના સ્વર્ગદુતોની હામે આ જાહેર કરય કે ઈ મારા છે.