22 તમે આશીર્વાદિત છો, માણસના દીકરાની ઉપર વિશ્વાસ કરવાને લીધે લોકો તમારો વિરોધ કરશે, અને તમને બારે કાઢી મુકશે, અને મેણા મારશે, અને તમારુ નામ ભુંડું માનીને કાઢી નાખશે.
આશીર્વાદિત તેઓ છે જે ન્યાયપણાનું જીવન જીવવાની ઈચ્છા રાખે છે કેમ કે, પરમેશ્વર તેઓની ઈચ્છા પુરી કરશે, અને આશીર્વાદિત છે તેઓ જે હમણાં રોવે છે કેમ કે, તેઓ દાત કાઢશે.
તો પણ યહુદી લોકોના આગેવાનોમાંથી બોવ ઈસુ ઉપર વિશ્વાસ કરયો, પણ ફરોશી ટોળાના લોકોના કારણે જાહેરમાં નોતા માનતા, આ બીકથી કે ક્યાક ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી નો નાખે.
તેઓ તમને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકશે, પણ ખરેખર ઈ વખત આવી રયો છે કે, જો કોય તમને મારી નાખશે, તો ઈ પોતે એમ વિસાર કરશે કે, આવું કરવાથી હું પરમેશ્વરની સેવા કરી રયો છું
તેઓએ ઈ માણસને કીધું કે, “તુ તો પુરી રીતે પાપમાં જનમો છે, અને તુ અમને શીખવાડે છે?” અને તેઓએ ઈ માણસને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકયો.
આશીર્વાદિત છે ઈ માણસ, જે પરીક્ષણોમાં ઉભો રેય છે, કેમ કે, તેઓ પોતાના વિશ્વાસમા સાબિત થયા પછી ઈ અનંતજીવનનો મુગટ પામશે, જેનો વાયદો પરમેશ્વરે ઈ બધાય લોકો હાટુ કરયો છે; જે એને પ્રેમ કરે છે.
પણ ભલે તમે દુખી હો કેમ કે, તમે જે કરયુ ઈ હાસુ હતું, પરમેશ્વર તમને આશીર્વાદ દેહે. “એવી વસ્તુથી નો બીવો જેનાથી બીજા બીવે છે; અને હેરાન નો થાવ જઈ લોકો તમારી હારે ભુંડો વેવાર કરે છે.”