21 આશીર્વાદિત તેઓ છે જે ન્યાયપણાનું જીવન જીવવાની ઈચ્છા રાખે છે કેમ કે, પરમેશ્વર તેઓની ઈચ્છા પુરી કરશે, અને આશીર્વાદિત છે તેઓ જે હમણાં રોવે છે કેમ કે, તેઓ દાત કાઢશે.
તમે આશીર્વાદિત છો, માણસના દીકરાની ઉપર વિશ્વાસ કરવાને લીધે લોકો તમારો વિરોધ કરશે, અને તમને બારે કાઢી મુકશે, અને મેણા મારશે, અને તમારુ નામ ભુંડું માનીને કાઢી નાખશે.
ઈસુએ એને જવાબ આપતા કીધું કે, “પરમેશ્વરનાં દાનને અને જે તને કેય છે કે, મને પાણી આપો, ઈ કોણ છે, ઈ જો તુ જાણતી હોત, તો તુ એની પાહે પાણી માંગત અને ઈ તને જીવતું પાણી આપત.”
આપણને દુખી કરવામાં આવ્યા, પછી પણ આપણે સદાય રાજી થાયી છયી, આપડે પોતે તો કંગાળ છયી પણ બીજા ઘણાયને આત્મિક રીતેથી રૂપીયાવાળા બનાવી દેય છે, માનો આપડી પાહે કાય પણ નથી તોય આપડી પાહે બધીય વસ્તુ છે.
આશીર્વાદિત છે ઈ માણસ, જે પરીક્ષણોમાં ઉભો રેય છે, કેમ કે, તેઓ પોતાના વિશ્વાસમા સાબિત થયા પછી ઈ અનંતજીવનનો મુગટ પામશે, જેનો વાયદો પરમેશ્વરે ઈ બધાય લોકો હાટુ કરયો છે; જે એને પ્રેમ કરે છે.
પછી મે એક અવાજ હાંભળ્યો જે પરમેશ્વરની રાજગાદીથી જોરથી બોલવાનો હતો, એણે કીધું કે, જોવો હવેથી પરમેશ્વર માણસજાતની હારે રેહે અને તેઓ એના લોકો હશે, અને પરમેશ્વર પોતે પવિત્રજગ્યામાં એની હારે રેહે અને તેઓને પોતાના લોકોની જેમ અપનાયશે અને તેઓ એને પોતાના પરમેશ્વરનાં રૂપમાં અપનાવશે.