12 ઈ દિવસોમાં ઈસુ ઘરેથી નીકળીને કોય એક ડુંઘરા ઉપર પ્રાર્થના કરવા ગયો, અને પરમેશ્વરની પ્રાર્થનામાં આખી રાત ન્યા જ કાઢી.
તઈ ઘણાય લોકોની ગડદીને જોયને ઈસુ ડુંઘરા ઉપર બોધ દેવા હાટુ સડીયા, અને સમુહમાં બેઠા પછી, એના ચેલા એની પાહે આવ્યા,
પણ જઈ તું પ્રાર્થના કર, તઈ તુ ઓયડીમાં જયને કમાડ બંધ કરીને, તારા બાપને જે ખાનગી જગ્યામાં છે, પ્રાર્થના કર પછી તારો બાપ જે ખાનગીમાં જોવે છે, ઈ તને વળતર આપશે.
હવારના પોરનો સુરજ ઉગા પેલા ઈસુ ઘણોય વેલો ઉઠીને બારે ગયો, અને ઉજ્જડ જગ્યામાં જ્યાં લોકો નોતા ન્યા જયને પ્રાર્થના કરવા લાગ્યો.
તઈ ઈસુ ડુંઘરા ઉપર સડી ગયો અને તેઓને બોલાવ્યા જેઓને ઈ ઈચ્છતો હતો કે, તેઓ એના ગમાડેલા ચેલા બનવા હાટુ એની હારે ભળે અને તેઓ એની પાહે આવે.
અને લોકોને વિદાય કરીને ઈસુ ડુંઘરા ઉપર પ્રાર્થના કરવા હાટુ ગયો.
પણ ઈ વગડામાં એકલો જુદો થયને પ્રાર્થના કરતો હતો.
પણ તેઓ ગુસ્સે ભરાણા અને અંદરો અંદર કાવતરૂ કરયુ કે, ઈસુ વિષે આપડે શું કરી?
તઈ ઈસુ તેઓની હારે ડુંઘરા ઉપરથી ઉતરીને ચેલાઓના મોટા ટોળાની હારે એક હરખી જગ્યામાં ઉભો રયો, અને બધાય યહુદીયા જિલ્લામાંથી, યરુશાલેમ શહેરમાંથી, અને તુર અને સિદોનના દરિયા કાઠાના અને બધીય જગ્યાનાં લોકોનું મોટુ ટોળુ ન્યા હતું.
ઈસુ એકલો પ્રાર્થના કરતો હતો, તઈ એના ચેલાઓ એની હારે હતાં, અને એણે પોતાના ચેલાઓને પુછયું કે, “લોકો મારી વિષે શું કય રયા છે?”
ઈ વાતો કીધી એનાં છ દિવસ પછી ઈસુ પિતર, યોહાન, યાકુબને લયને તેઓ પ્રાર્થના કરવા ઉસા ડુંઘરા ઉપર ગયા.
હવે એમ થયુ કે, જઈ ઈસુ પ્રાર્થના કરતો હતો તઈ એના મોઢાનું રૂપ બદલાય ગયુ. અને એના લુગડા બોવ જ ઉજળા થય ગયા.
તઈ ઈસુ ડુંઘરા ઉપર ગયો ન્યા પોતાના ચેલાઓની હારે બેઠો.
ઈ હાટુ સદાય પ્રાર્થના કરતાં રયો, જઈ તમે પ્રાર્થના કરો છો તો સાવધાન રયો અને સદાય હાટુ પરમેશ્વરનો આભાર માનો.
તેઓ માણસો દેહિક હતા ઈ વખતે પોતાના મોતમાંથી બસાવવા હાટુ જે શક્તિશાળી હતા, તેઓની પાહે મોટા અવાજે, આહુડા હારે પ્રાર્થના અને વિનવણી કરી અને તેઓએ આધિનતાથી પરમેશ્વરની વાતોને મહિમા આપી, ઈ હાટુ તેઓની પ્રાર્થના હાંભળવામાં આવી;