11 પણ તેઓ ગુસ્સે ભરાણા અને અંદરો અંદર કાવતરૂ કરયુ કે, ઈસુ વિષે આપડે શું કરી?
તઈ તેઓએ અંદરો અંદર વિસાર કરીને કીધુ કે, “આપડે રોટલી નથી લીયાવ્યા ઈ હાટુ આપણને આમ કેય છે.”
મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકો એના દાખલાઓ હાંભળીને હમજી ગયા કે, ઈ અમારા વિષે બોલે છે.
ઈ વાત હાંભળીને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં બધાય ખીજાય ગયા.
પછી ઈસુએ સ્યારેય બાજુ બધાયને જોયને પેલા માણસને કીધુ કે, “તારો હાથ લાંબો કર.” એણે એમ કરયુ, ઈ હાટુ એનો હાથ હાજો થય ગયો.
ઈ દિવસોમાં ઈસુ ઘરેથી નીકળીને કોય એક ડુંઘરા ઉપર પ્રાર્થના કરવા ગયો, અને પરમેશ્વરની પ્રાર્થનામાં આખી રાત ન્યા જ કાઢી.
તઈ મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોએ, યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં બોલાવીને કીધું કે, “આપડે શું કરી? આ માણસ તો બોવ સમત્કારી નિશાની દેખાડે છે.
ઈ વાતો પછી ઈસુએ ગાલીલ પરદેશમા યાત્રા કરી. કેમ કે, યહુદી લોકોના આગેવાનો એને મારી નાખવા હાટુ ગોતતા હતાં, ઈ હાટુ યહુદીયા પરદેશમા જાત્રા કરવા નોતો માંગતો.
ઘણીય વાર મે તેઓને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં સજા કરાવી અને એણે મસીહની નિંદા કરવાની કોશિશ કરી. હું એની ઉપર એટલો બધો ગુસ્સે હતો કે, હું તેઓની સતાવણી કરવા હાટુ બીજા શહેરોમાં હોતન ગયો.
પણ ઈ એને મોટી સભાની બારે મોકલીને એકબીજા હારે વિસાર કરવા મડયા.
પણ પિતર અને યોહાને જવાબ દીધો કે, “તુ પોતે જ નક્કી કરી લે કે, પરમેશ્વરની નજરમાં શું હારું છે, અમે કોની વાતને માની તારી કે પરમેશ્વરની?
જઈ મોટી સભાના લોકોએ આ હાંભળ્યું તઈ તેઓને બોવ રીહ સડી, અને ગમાડેલા ચેલાઓને મારી નાખવાનું નક્કી કરયુ.
યહુદી સ્તેફનની બધીય વાતો હાંભળીને રીહ સડી ગય, અને એના ઉપર ચકીયું લેવા માંડ્યા.
પણ તેઓ વધારે વખત હુધી નય ટકી હકે કેમ કે, જે રીતેથી લોકોએ જાન્નેસ અને જામ્બ્રેસની મુરખાયને ઓળખી લીધી હતી, એમ જ તેઓની પણ મુરખાયને ઓળખી લેહે.