એનાથી બધાય એવા નવાય પામ્યા કે બધાયે અંદરો અંદર વાત કરી કે, આ ક્યા પરકારનું શિક્ષણ છે? કેમ કે, ઈ અધિકારથી અને પરાક્રમથી મેલી આત્માને હુકમ કરે છે, એટલે ઈ બારે નીકળી જાય છે.
અને એમ જ ઝબદીના દીકરા યાકુબ અને યોહાન જે સિમોનના ભાગીદાર હતાં, તેઓને હોતન નવાય લાગી, અને ઈસુએ સિમોને કીધુ કે, “બીવમાં, હું તમને આ શીખવાડય કે, લોકોને કેવી રીતે મારા ચેલા બનાવવા.”