તેઓએ એની પાહે આવીને એને જગાડીને કીધુ કે, “પરભુ હે પરભુ! અમારો નાશ થાય છે,” પછી ઈસુએ ઉઠીને વાવાઝોડું અને પાણીના મોજાને ધમકાવ્યા એટલે તેઓ બંધ થયા અને શાંતિ થય ગય,
તઈ ઈસુએ એને પુછયું કે, “મને કોણ અડયું?” બધાએ ના પાડી તઈ પિતર અને જે એની હારે હતાં, તેઓએ એને કીધું કે, “હે પરભુ તારી ઉપર લોકોનું ટોળું પડાપડી કરે છે.” તને દબાવી દેય છે.
તઈ એની પાહે જાવા લાગ્યા હતાં, તઈ પિતરે ઈસુને કીધું કે, “હે ગુરુ, આયા રેવું આપડી હાટુ હારૂ છે; જેથી તુ કે, તો આયા ત્રણ માંડવા બાંધી, એક તારી હાટુ, એક મુસાની હાટુ અને એક એલિયાની હાટુ.” ઈ જાણતો નોતો ઈ શું કય રયો છે.
સિમોન પિતરે તેઓને કીધું કે, “હું માછલા પકડવા હાટુ જાવ છું” તેઓએ એને કીધું કે, “અમે હોતેન તારી હારે આયશું.” ઈ હાટુ તેઓ નીકળીને હોડીમાં બેઠા, પણ ઈ રાતે તેઓને એક પણ માછલી આવી નય.