ઈસુએ તેઓને કીધુ કે, “શું વરરાજો જાનૈયાની હારે હોય, ન્યા હુધી કોય હોગ કરી હકે છે?” પણ એવો દિવસ આયશે, જઈ વરરાજો તેઓની પાહેથી લેવાહે અને ઈ દિવસે બધાય ઉપવાસ કરશે.
ઈસુએ તેઓને એક દાખલો પણ કીધો કે, “નવા લુગડાનું થીગડુ ફાડીને કોય માણસના જુના લુગડાને નવા થીગડાથી હાધતું નથી, જો હાધે તો ઈ નવું હોતન ફાડી નાખશે, અને પાછા નવા લુગડામાંથી લીધેલુ થીગડુ જુના લુગડા હારે મળતું નથી.
હે બાળકો, હું હજી થોડીકવાર તમારી પાહે છું, પછી તમે મને ગોતશો, અને જેવું મે યહુદી લોકોના આગેવાનોને કીધું છે, જ્યાં હું જાવ છું ન્યા તમે નય આવી હકો, એમ જ હું આઘડી તમને પણ કવ છું
ઈસુને સ્વર્ગમા ઈ વખત લગી રેવું જરૂરી છે, જઈ પરમેશ્વર ઈ બધીય વસ્તુઓને નવી કરી દેય; જે એને બનાવી છે. જેના વિષે પરમેશ્વરે પવિત્ર આગમભાખીયાઓ દ્વારા કીધું છે.
ધણી અને બાયડી એકબીજાને દેહિક સબંધો હાટુ છેટા નો રાખવા સિવાય પોતાની મરજીથી પ્રાર્થનાના હેતુથી ટુકમાં થોડીક વાર હાટુ અને ફરી સામાન્ય લગનના સબંધોની ફરીથી શરુ કરો. જેથી શેતાન અનૈતિક જીવન જીવવા હાટુ તમારી પરીક્ષા નો કરે નય તો તમે પોતાની ઈચ્છાઓને કાબુમાં નય કરી હકો.