ઈસુએ તેઓને કીધુ કે, “શું વરરાજો જાનૈયાની હારે હોય, ન્યા હુધી કોય હોગ કરી હકે છે?” પણ એવો દિવસ આયશે, જઈ વરરાજો તેઓની પાહેથી લેવાહે અને ઈ દિવસે બધાય ઉપવાસ કરશે.
કેમ કે હું ઠીક એવી જ રીતે સીંતા કરું છું કે, જેમ પરમેશ્વર તમારી સીંતા કરે છે, ઈ હાટુ મે એકમાત્ર વરરાજા મસીહની હારે તમારી હગાય પુરી કરી છે, જેનાથી હું તમને પવિત્ર કુંવારીની જેમ એની હામે હાજર કરીને હોપી દવ.