તેઓ દગાથી રંડાયેલીઓની માલ-મિલકત પસાવી પાડે છે, અને જાહેર જગ્યાઓમાં લોકોને હામે દેખાડવા હાટુ લાંબી પ્રાર્થનાઓ કરે છે, પરમેશ્વર એને સોક્કસ કડક સજા આપશે.”
પછી ઈ કોય એક ઠેકાણે પ્રાર્થના કરતો હતો. જઈ એણે પ્રાર્થના કરવાનું પૂરુ કરયુ, તઈ એના ચેલાઓમાંના એકે એને કીધું કે, “હે પરભુ, જેમ યોહાન જળદીક્ષા દેનારે એના ચેલાઓને પ્રાર્થના કરતાં શીખવ્યુ એવી રીતે અમને પણ શીખવાડ.”