Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 5:32 - કોલી નવો કરાર

32 હું ન્યાયીઓને નય, પણ પાપીઓને પસ્તાવા હાટુ બોલાવવા આવ્યો છું.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 5:32
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

સાવધાન રયો કે, આ નાનાઓમાંથી એકને પણ તમે નો વખોડો; કેમ કે, હું તમને કવ છું કે, સ્વર્ગમાં તેઓના સ્વર્ગદુત મારા સ્વર્ગમાંના બાપનું મોઢું સદાય જોય છે.


ઈ હાટુ તમે જાયને આનો અરથ શીખીલ્યો કે, હું બલિદાન નય, પણ દયા ઈચ્છુ છું; કેમ કે, હું ન્યાયીઓને નય પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.”


કેમ કે ઈ જાણતો હતો કે, મુખ્ય યાજકોએ ઈર્ષાના કારણે ઈસુને પકડાવી દીધો છે.


ઈ વખતે બારાબાસ નામનો એક માણસ જે બળવાખોરોની હારે જેલખાનામાં હતો, જેણે રોમી સરકારની વિરુધ હુલ્લડમાં કેટલાક લોકોને મારી નાખ્યા હતા.


ઈસુએ આ હાંભળીને તેઓને કીધુ કે, જે હાજો છે એને વૈદની જરૂર નથી પણ જેઓ માંદા છે તેઓને ખપ છે, હું જેઓ પોતાને ન્યાયી માંને તેઓને હાટુ નય પણ જેઓ જાણે છે કે, હું ઈ પાપીઓને બોલાવવા આવ્યો છું.


હું તમને કવ છું કે; “ઈ જ રીતે જઈ પાપી માણસ પાપોથી પસ્તાવો કરે છે, તઈ સ્વર્ગદૂતો પરમેશ્વરની હામે રાજી થાય છે.”


હું તમને કવ છું કે, ઈજ પરમાણે નવ્વાણું ન્યાયીઓ જેઓને પસ્તાવાની જરૂર નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે છે, એની લીધે સ્વર્ગમા આનંદ થાહે.


કેમ કે, હું, માણસનો દીકરો ખોવાયેલા માણસોને ગોતવા, અને તેઓને અનંતકાળના દંડથી બસાવવા હાટુ આવ્યો છું.”


અને યરુશાલેમથી લયને બધીય બિનયહુદીઓમાં પસ્તાવાનો, અને પાપોની માફીઓનો પરચાર ખાલી એના નામથી કરવામા આયશે.


ઈસુએ તેઓને જવાબ દીધો કે, “જે હાજા છે, એને વૈદની જરૂર નથી, પણ જે માંદા છે તેઓને છે.


તેઓએ ઈસુને કીધું કે, “યોહાનના ચેલાઓ અને ફરોશી ટોળાના લોકો ઉપવાસ અને પ્રાર્થના કરે છે, પણ તારા ચેલાઓ કેમ ઉપવાસ કરતાં નથી?”


જુના વખતમાં પરમેશ્વરે લોકોની અજ્ઞાનતાની ઉપર ધ્યાન નથી દીધુ, પણ હવે પરમેશ્વર દરેક જગ્યાએ બધાય માણસોને પસ્તાવો કરીને પાપ કરવાનું છોડવાની આજ્ઞા દેય છે.


પિતરે તેઓને કીધું કે, “પાપ કરવાનું બધ કરો અને દરેક માણસ પોત પોતાના પાપોનો પસ્તાવો કરી ઈસુ મસીહના નામથી માફી માગીને જળદીક્ષા લેય તો પવિત્ર આત્માથી વરદાન પામશો.


અને યહુદી અને બિનયહુદી લોકોની હામે સાક્ષી દેતો રયો કે, પાપ કરવાનું મુકી દયો પરમેશ્વરની બાજુ વળો, અને આપડા પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો.


ઈ હાટુ પસ્તાવો કરીને પાપ કરવાનું બંધ કરો અને પરમેશ્વરની બાજુ પાછા વળી જાવ કે, તમારા પાપોને માફ કરવામા આવે, જેનાથી પરમેશ્વરની પાહેથી આત્મિક શાંતિનો વખત આયશે.


પરમેશ્વરે પોતાના ચેલાઓને મરેલામાંથી પાછા જીવાડીને બધાયની પેલા તમારી પાહે મોકલ્યો કે, તમારામાથી દરેકને એના ખરાબ કામોમાંથી છોડાવીને આશીર્વાદ આપે.


ઈ જ પરમેશ્વરે પરભુને તારનાર પદ ઉપર બેહાડયો, જેથી ઈઝરાયલ દેશના લોકો પાપ કરવાનું બંધ કરે અને પરમેશ્વરની તરફ વળે, અને લોકો એના દ્વારા પાપોની માફી માંગી હકે.


કેટલાક લોકો વિસારે છે, કે પરભુ પોતાના આવવાના વાયદાને પુરો કરવામા વાર લગાડી રયો છે, પણ પરભુ એવી રીતે વાર લગાડી રયો નથી. પણ ઈ ધીરજ રાખી રયો છે કેમ કે, ઈ કોયનો પણ નાશ કરવા નથી માગતો, પણ ઈ ઈચ્છે છે કે, દરેક પોતાના મન ફેરવે અને ખોટુ કામ કરવાનું બંધ કરી દેય, અને એની પાહે પાછા આવી જાય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ