પણ જઈ હું, માણસનો દીકરો ખાતો-પીતો આવ્યો, તઈ તમે કયો છો કે, જુઓ ખાવધરો અને દારુડીયો માણસ, વેરો લેવાવાળાઓનો અને પાપીઓનો મિત્ર! પણ માણસના કામોથી સાબિત થાય છે કે, જ્ઞાની કોણ છે.
ન્યાથી થોડાક આગળ જાતા ઈસુએ માથ્થી નામના એક માણસને દાણની સોકી ઉપર બેઠેલો જોયો, અને ઈસુએ એને કીધું કે, “તું મારી વાહે આવ.” તઈ ઈ બધુય કામ મુકીને ઈસુનો ચેલો બની ગયો.
થોડાક દિવસો પછી ઈસુ અને એના ચેલાઓ લેવીના ઘરે ખાવાનું ખાવા હાટુ બેઠા હતા. તઈ ઘણાય દાણીઓ અને બીજા લોકો જેઓને પાપીઓ કેવામાં આવતાં હતાં, તેઓ હોતન ન્યા ચેલાઓ હારે ખાવાનું ખાવા હાટુ બેઠા હતાં, કેમ કે, એવા ઘણાય હતા જે ઈસુની હારે હાલતા હતાં.