24 પણ તમે જાણો કે, મને માણસના દીકરાને પૃથ્વી ઉપર પાપ માફ કરવાનો હોતન અધિકાર છે. પછી ઈસુએ લકવાવાળા માણસને કીધુ કે, “હું તને કવ છું કે, ઉઠ અને તારી પથારી ઉપાડીને તારા ઘરે વયોજા.”
ઈસુએ એને કીધુ કે, “તું પોતે જ કેય છે, પણ હું તમને કવ છું કે, હવે પછી માણસના દીકરાને પરમેશ્વરનાં પરાક્રમના જમણા હાથ બાજુ માનની જગ્યાએ બેહેલો અને આભથી વાદળા ઉપર આવતાં જોહો,”
તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.
ઈ જ પરમેશ્વરે પરભુને તારનાર પદ ઉપર બેહાડયો, જેથી ઈઝરાયલ દેશના લોકો પાપ કરવાનું બંધ કરે અને પરમેશ્વરની તરફ વળે, અને લોકો એના દ્વારા પાપોની માફી માંગી હકે.
અને ઈ દીવીઓની વસમાં “જે એક માણસના દીકરાની જેમ દેખાતો હતો” એણે લાંબા લુગડા પેરેલા હતાં જે એના પગ હુધી પૂગતા હતાં, એણે પોતાની છાતીની સ્યારેય બાજુ એક હોનાનો પટો પેરેલો હતો.