અને લોકો પથારીમાં પડેલાં એક લકવાવાળા માણસને પથારીમાં ઉપાડીને ઈસુની પાહે લાવ્યા. અને ઈસુએ તેઓનો વિશ્વાસ જોયને લકવાવાળાને કીધુ કે, “હે દીકરા, હિંમત રાખ તારા પાપો માફ થયા છે.”
પણ તમે જાણો કે, મને માણસના દીકરાને પૃથ્વી ઉપર પાપ માફ કરવાનો હોતન અધિકાર છે. પછી ઈસુએ લકવાવાળા માણસને કીધુ કે, “હું તને કવ છું કે, ઉઠ અને તારી પથારી ઉપાડીને તારા ઘરે વયોજા.”