Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 5:17 - કોલી નવો કરાર

17 એક દિવસ એવુ થયુ કે, ઈ પરચાર કરતો હતો, તઈ ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકો અને શીખવાડનારા શાસ્ત્રીઓ ન્યા બેઠા હતાં, જે ગાલીલ અને યહુદીયા પરદેશના દરેક ગામડામાંથી અને યરુશાલેમ શહેરથી આવ્યા હતાં, અને માંદાઓને હાજા કરવા હાટુ પરમેશ્વરનું સામર્થ્ય ઈસુની હારે હતું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 5:17
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

આંધળા જોતા થાય છે અને લુલા હાલતા થાય છે, કોઢિયાઓ શુદ્ધ કરાય છે, અને બેરા હાંભળતા થાય છે, મરેલાઓને જીવતા કરાય છે, અને ગરીબોને હારા હમાસાર પરગટ કરવામા આવે છે.


તઈ યરુશાલેમથી ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકો ઈસુની પાહે આવીને કેવા લાગીયા કે,


પણ ઈ માણસ ઈ જગ્યાથી નીકળી ગયો અને જયને બોવ બધાય લોકોને બતાવ્યું કે ઈસુએ મને હાજો કરયો. એના લીધેથી ઈસુ ફરીથી જાહેરમાં નગરમાં જઈ નો હક્યો, પણ ઈ શહેરની બારે વગડામાં રયો, તો પણ સ્યારેય બાજુથી લોકો એની પાહે આવતાં રયા.


જો તેઓ એક ઝેરીલા એરુને પણ ઉપાડી લેહે તો પણ હું તેઓનું રક્ષણ કરય, અને જો તેઓ કોય ઝેર પણ પીય લેય, તો પણ હું એનાથી તેઓને નુકશાન નય થાવા દવ. તેઓ મારા નામના કારણે માંદા લોકો ઉપર પોતાનો હાથ રાખશે અને માંદા લોકો હારા થય જાહે.”


અને યહુદી નિયમના શિક્ષકો, જેઓ યરુશાલેમ શહેરથી આવ્યા હતાં, તેઓ એવું કેતા હતાં કે, “એનામા મેલી આત્માઓનો સરદાર બાલઝબૂલ એટલે કે, જે શેતાન છે, એની મદદથી ઈસુ મેલી આત્માઓને કાઢે છે.”


ઈસુ ગડદીમાં વાહે ફરયો અને પુછયું કે, “મારા લુંગડાને કોણ અડયું?” એણે એવુ ઈ હાટુ કીધુ કેમ કે, એણે જાણી લીધું હતું કે એનામાંથી હાજા કરવાનું પરાક્રમ નિકળું હતું.


પછી ફરોશી ટોળાના લોકો અને થોડાક યહુદી નિયમના શિક્ષકો જે યરુશાલેમ શહેરમાંથી આવ્યા હતાં, તેઓ ઈસુની પાહે આવીને એને હાંભળવા હાટુ ભેગા થયા હતા.


પછી ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ કચકચ કરતાં કેવા મંડયા કે, “જોવ, આ માણસ પાપીઓની હારે મળે છે, અને તેઓની હારે ખાવાનું પણ ખાય છે.”


ત્રણ દિવસ પછી તેઓએ એણે મંદિરના ફળીયામાં ધરમગુરુઓની વસમાં બેઠેલો તેઓથી હાંભળતા અને તેઓને સવાલ કરતો જોયો.


યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો એકબીજાની હારે અંદરો અંદર સરસા કરવા લાગ્યા કે, “આ માણસ અભિમાની છે અને આવું કયને પરમેશ્વરની નિંદા કરે છે! આપડે બધાય જાણી છયી કે, પરમેશ્વર સિવાય બીજો કોય પણ પાપોની માફી આપી હક્તો નથી.”


તઈ ફરોશી ટોળાના લોકો અને તેઓના યહુદી નિયમના શિક્ષકો એના ચેલાના વિરોધમાં કચ કચ કરીને કીધુ કે, “તમે દાણીઓ અને પાપીઓની હારે કેમ ખાવ પીવ છો?”


બધાય લોકો ઈસુને અડવા હાટુ કરતાં હતાં કેમ કે, એનામાંથી પરાક્રમ નીકળતુ અને બધાય હાજા થાતા હતા.


પણ ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ જેઓને યોહાનને જળદીક્ષા નોતી આપી, તેઓએ પોતાની હાટુ પરમેશ્વરની ઈચ્છા નકારી દીધી હતી.


પણ ઈસુએ કીધું કે, “કોય મને અડયું છે કેમ કે, મારામાંથી પરાક્રમ નીકળુ એવી મને ખબર પડી.”


ઈસુએ એને જવાબ દીધો કે, તુ ઈઝરાયલ દેશમાં મહાન ગુરુ છે, અને હજી હુધી તુ આ નથી હંમજી રયો કે, હું શું કય રયો છું?


પણ જે હાસાયથી હાલે છે, ઈ અંજવાળા પાહે આવે છે, જેથી એના કામો પરગટ થાય કે, ઈ પરમેશ્વર તરફથી કરેલા છે.


પરમેશ્વર પાઉલ દ્વારા અદભુત સમત્કારના કામ કરતો હતો.


તુ લોકોને હાજા કરવા હાટુ તારો પવિત્ર હાથ લાંબો કર કે સમત્કાર અને અદભુત કામો તારા સેવક ઈસુના નામે કરવામા આવે.


પણ ગમાલીએલ નામે એક ફરોશી ટોળાના લોકોનો, જે યહુદી નિયમનો શિક્ષક હતો, અને બધાય લોકોમા માન પામેલો હતો, ઈ મોટી સભામાંથી ઉભો થયને ગમાડેલા ચેલાઓની થોડીકવાર પુરતા બારે લય જાવાનો હુકમ દીધો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ