એટલામાં હજારો લોકો ભેગા થયા, ન્યા હુધી કે, તેઓ એકબીજા ઉપર પડાપડી કરતાં હતાં, ઈસુ ઈ લોકોને બોલ્યો ઈ પેલા એના ચેલાઓને એણે કીધું કે, ફરોશી ટોળાના લોકોના ખમીરથી સેતીને રેજો. હું એવુ માનું છું કે, તેઓ ઢોંગી છે.
એવી જ રીતેથી, જઈ લોકો હારા કામો કરે છે, તો બીજા વિશ્વાસીઓ દ્વારા સોખી રીતેથી જોય હકાય છે. અને જો તેઓ એને એકવાર સોખી રીતેથી નો પણ જોય હકે, તો છેલ્લે ઈ તેઓને જાણી જ લેહે.