12 ઈ એક નગરમાં હતો, તઈ જોવો, કોઢથી પીડાતો એક માણસ ન્યા હતો, એણે ઈસુને જોયને એને પેગે પડીને વિનવણી કરી કે, “હે પરભુ, જો તુ ઈચ્છે તો મને શુદ્ધ કરી હકશો.”
જઈ ઈસુ બેથાનિયા ગામમાં સિમોન કોઢિયાના ઘરે હતો,
જઈ ઈ ઘરમાં આવ્યા, તઈ તેઓ આંધળાઓ એની પાહે આવ્યા. ઈસુએ તેઓને કીધુ કે, “હું તમને હાજા કરી હકુ છું, શું તમને એવો વિશ્વાસ છે?” તેઓએ એને કીધુ કે, “હા પરભુ અમને વિશ્વાસ છે કે, તમે અમને હાજા કરી હકો છો.”
અને એણે આ કયને બોવજ વિનવણી કરી કે, “મારી નાની દીકરી મરવાની અણી ઉપર છે: ઈ હાટુ તુ આવીને એની ઉપર હાથ રાખ જેથી ઈ હાજી થય જાય અને એનો બસાવ થાય.”
ઈ ઈસુની પાહે આવીને જમીન ઉપર ઈસુના પગે પડી ગયો, અને એણે એનો આભાર માન્યો; અને ઈ માણસ સમરૂન પરદેશનો વતની હતો.
ઈસુએ હાથ લાંબો કરયો અને અડીને કીધુ કે, “હું તને શુદ્ધ કરવા ઈચ્છું છું, ઈ હાટુ તુ શુદ્ધ થા.” તરત ઈ શુદ્ધ થય ગયો.
ઈ હાટુ જેઓ ઈસુ દ્વારા પરમેશ્વરની પાહે આવે છે, તેઓનું પુરે પુરૂ તારણ કરવા હાટુ ઈ શક્તિશાળી છે કેમ કે, ઈ હરેકની હાટુ વિનવણી કરવા સદાય જીવતા રેય છે.