11 જઈ તેઓ પોતાની હોડીઓને કાઠે લાવ્યા તઈ તેઓએ તરત જ માછલીઓ પકડવાનું છોડી દીધુ અને ઈસુના ચેલા બની ગયા.
મારા કરતાં જે બાપ કા એની માં વતી પ્રેમ કરે છે, ઈ મારી લાયક નથી, અને જે દીકરી કા દીકરાને મારાથી વધારે વાલો માંને છે, ઈ મારો ચેલો બનવાને લાયક નથી.
તઈ પિતરે એને જવાબ આપ્યો કે, “જો, અમે તારા ચેલા બનવા હાટુ બધુય મુકીને આવ્યા છયી, તો અમને શું મળશે?”
જે કોયે ઘર, ભાઈઓ, બહેનો, માં બાપ, બાળકો અને ખેતરો મારા નામને લીધે મુકી દીધા છે, ઈ હો ગણા પામશે અને અનંતકાળના જીવનનો વારસો મેળવશે.
તેઓએ તરત જ માછલીઓ પકડવાનું છોડી દીધુ અને ઈસુના ચેલા બની ગયા.
તેઓ તરત જ હોડી અને પોતાના બાપ ઝબદીને મૂકીને ઈસુની હારે ગયા.
ઈસુએ એની તરફ પ્રેમથી જોયને કીધુ કે, “એક બીજી વાત છે, જે તારે કરવાની જરૂર છે કે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે અને મારો ચેલો બનીજા.”
તઈ ઈ તરત જ બધુય કામ મુકીને ઈસુનો ચેલો બની ગયો.