10 અને એમ જ ઝબદીના દીકરા યાકુબ અને યોહાન જે સિમોનના ભાગીદાર હતાં, તેઓને હોતન નવાય લાગી, અને ઈસુએ સિમોને કીધુ કે, “બીવમાં, હું તમને આ શીખવાડય કે, લોકોને કેવી રીતે મારા ચેલા બનાવવા.”
અને ન્યાથી આગળ વધીને ઈસુએ બે માણસોને જોયા ઝબદીના દીકરાઓ યાકુબ અને એનો ભાઈ યોહાનના પોતાના બાપ ઝબદીની હારે હોડી ઉપર પોતાની જાળો હરખી કરતાં હતા અને તેઓને પણ બોલાવા.
ઈ હાટુ તેઓના પોતાના સાથીદારો કે, જેઓ બીજી હોડીમાં હતાં, તેઓને ઈશારો કરીને બોલાવ્યા; જેથી તેઓ આવીને મદદ કરે, અને તેઓએ આવીને હોડી આખી ભરી, જેથી હોડી ડૂબવા લાગી.
જો કોય મને તિતસના વિષે પૂછે, તો ઈ તમારી મદદ કરવામાં મારા ભાગીદાર છે, અને જો સાથી વિશ્વાસી ભાઈઓની વિષે પૂછે, તો તેઓ મંડળીના લોકો દ્વારા મોકલેલા અને જે કાય તેઓ કરે છે તેઓની દ્વારા મસીહ હાટુ માન મેળવે છે.