અને જ્યારથી યોહાન જળદીક્ષા આપનારે પરચાર કરવાનું શરુ કરયુ, ઈ વખતથી તે હજી લગી સ્વર્ગના રાજ્યમાં બળજબરી વધી રય છે, અને બળજબરી કરનારાઓ એની ઉપર હુમલો કરીને લય લેહે.
એટલામાં હજારો લોકો ભેગા થયા, ન્યા હુધી કે, તેઓ એકબીજા ઉપર પડાપડી કરતાં હતાં, ઈસુ ઈ લોકોને બોલ્યો ઈ પેલા એના ચેલાઓને એણે કીધું કે, ફરોશી ટોળાના લોકોના ખમીરથી સેતીને રેજો. હું એવુ માનું છું કે, તેઓ ઢોંગી છે.
તઈ ઈસુએ એને પુછયું કે, “મને કોણ અડયું?” બધાએ ના પાડી તઈ પિતર અને જે એની હારે હતાં, તેઓએ એને કીધું કે, “હે પરભુ તારી ઉપર લોકોનું ટોળું પડાપડી કરે છે.” તને દબાવી દેય છે.
જે તમારી આગેવાની કરનારા હતા, અને જેઓએ તમને પરમેશ્વરનાં વચનો હંભળાવ્યા છે, તેઓને યાદ કરો, અને ધ્યાનથી તેઓના વિતાવેલા જીવન વિષે વિસાર કરો અને પરમેશ્વર ઉપર તેઓનો વિશ્વાસ જોયને તેઓની જેમ કરો.