7 ઈ હાટુ જો તું મારા પગમાં પડીને મને પરણામ કરય, તો હું આ બધુય તને આપી દેય.”
તેઓએ ઘરમાં જયને બાળકને એની માં મરિયમની પાહે જોયો, પગમાં પડીને એનું ભજન કરયુ, પછી તેઓએ પોત પોતાની ઝોળીઓ ખોલીને, એણે હોનું, લોબાન અને બોળનો સડાવો કરયો,
ઈ ઈસુની પાહે આવીને જમીન ઉપર ઈસુના પગે પડી ગયો, અને એણે એનો આભાર માન્યો; અને ઈ માણસ સમરૂન પરદેશનો વતની હતો.
અને શેતાને કીધુ કે, “હું બધીય મિલકત, અધિકાર અને ગૌરવ તને આપય કેમ કે, આ બધુય મને હોપવામાં આવ્યુ છે, અને હું જેને ઈચ્છું, એને આપી હકુ છું.
ઈસુએ એને જવાબ દીધો કે, “શાસ્ત્રમાં લખેલુ છે કે, તુ પરભુ તારા પરમેશ્વરને જ પરણામ કર, અને ખાલી એની જ સેવા કર.”
એણે ઈસુને જોયને રાડો પાડી અને પગમાં પડીને કીધુ કે, “પરાક્રમી પરમેશ્વરનાં દીકરા, ઈસુ! તારે મારી હારે શું કામ છે? હું તને વિનવણી કરું છું કે, તુ મને દુખ દેતો નય.”
હું યોહાન ઈ જ છું, જેણે આ બધીય વસ્તુને જોય અને હાંભળી છે અને જઈ મે હાંભળ્યું અને જોયું, તઈ મે સ્વર્ગદુતનું ભજન કરવા હાટુ દંડવત સલામ કરયા.
જઈ એણે સોપડી લય લીધી, તો ઈ સ્યારેય જીવતા પ્રાણી અને સોવીસ વડીલો ઘેટાના બસ્સાની હામે દંડવત સલામ કરયા, દરેક વડીલે એક વીણા અને હોનાથી બનેલો પ્યાલો પકડેલો હતો, પ્યાલો ધૂપથી ભરેલો હતો જે ઈ લોકોની પ્રાર્થનાઓને દેખાડે છે જે પરમેશ્વરની સેવા કરે છે.