તમારો બાપ તો શેતાન છે, અને તમે તમારા બાપના લોભને પુરો કરવા માગો છો. ઈ તો શરુઆતથી જ હત્યારો છે, ઈ હાસ ઉપર ટકી નથી રેતો કેમ કે, એમા હાસ છે જ નય. ઈ ખોટુ બોલે છે, ઈ પોતાના સ્વભાવના પરમાણે બોલે છે, કેમ કે ઈ ખોટો છે અને ખોટાય નો બાપ છે.
ઈ વખતે તમે આ જગતના ઈ લોકોની રીત પરમાણે કરતાં હતા, જે પરમેશ્વરને નથી જાણતા અને તમે દુષ્ટ આત્માઓનો સરદાર જે આભમાં છે, એની પરમાણે કરતાં હતા, જે હવે ઈ લોકોને કાબુમાં કરવાની કોશિશ કરી રયો છે જે પરમેશ્વરની આજ્ઞા પાલન નથી કરતાં.
અમે જાણી છયી કે, આ હાસુ છે કેમ કે, જેવું આગમભાખીયા યશાયાએ લખ્યું, “બધાય લોકો ખડની જેમ નાશ થાય જાહે. અને બધાય લોકો પાહે જે મહાનતા છે ઈ સદાય હાટુ નય રેય. જેમ ફુલ ખડમાં જાજો વખત હુધી ટકતું નથી. ખડ કરમાય જાય છે અને ફૂલ ખરી જાય છે.”
તઈ પરમેશ્વરે ઈ મોટા અજગરને અને એના દુતોને પૃથ્વી ઉપર ફેકી દીધા, હવે આ મોટો અજગર ઈ જ છે જે ઘણાય વખત પેલા એરુના રૂપમા દેખાતો હતો, જેને શેતાન કે આરોપ લગાડનારો પણ કેવામા આવે છે, આ ઈ જ છે જે આ જગતના લોકોને દગો દેતો આવ્યો છે.
જે હિંસક પશુ મે જોયું, ઈ ચિતા જેવું હતું, અને એના પગ રીછની જેવા અને મોઢું સિંહની જેવું હતું. ઈ અજગરે આ હિંસક પશુને પોતાનું સામર્થ્ય આપી દીધું અને એને પૃથ્વી ઉપર રાજ કરવાનો અધિકાર આપી દીધો.