42 દિવસ ઉગો તઈ ઈ ન્યાથી નીકળીને ઉજ્જડ જગ્યામાં ગયો, લોકો એને ગોતવા હાટુ એની પાહે આવ્યા, ઈ તેઓની પાહેથી જાય નય, ઈ હાટુ તેઓએ એને રોકી રાખવાની કોશિશ કરી.
પણ ઈ માણસ ઈ જગ્યાથી નીકળી ગયો અને જયને બોવ બધાય લોકોને બતાવ્યું કે ઈસુએ મને હાજો કરયો. એના લીધેથી ઈસુ ફરીથી જાહેરમાં નગરમાં જઈ નો હક્યો, પણ ઈ શહેરની બારે વગડામાં રયો, તો પણ સ્યારેય બાજુથી લોકો એની પાહે આવતાં રયા.
પણ તેઓ એને રોકવા ઈચ્છતા હતાં કે, “અમારી હારે રેય કેમ કે, દિવસ હવે ઘણોય આથમી ગયો છે, અને રાત થાવા આવી છે.” જેથી ઈસુ તેઓની હારે અંદર રેવા ગયો.
ઈ દિવસોમાં ઈસુ ઘરેથી નીકળીને કોય એક ડુંઘરા ઉપર પ્રાર્થના કરવા ગયો, અને પરમેશ્વરની પ્રાર્થનામાં આખી રાત ન્યા જ કાઢી.
ઈસુએ તેઓને કીધું કે, પરમેશ્વરની ઈચ્છા ઉપર હાલવાનું, અને એના કામોને પુરા કર, આજ મારું ખાવાનું છે.
ઈ હાટુ જઈ સમરૂન પરદેશના રેનારા લોકો ઈસુની પાહે આવ્યા, એને વિનવણી કરવા લાગ્યા કે, તુ અમારી ભેગો રે, તઈ ઈસુ ન્યા બે દિવસ હુંધી રયો.
જઈ ઈ લોકોએ જોયું કે, ઈસુ અને એના ચેલાઓ ન્યા નોતા, તઈ તેઓ પોતે હોડીઓમાં બેહીને ઈસુની શોધ કરતાં કરતાં કપરનાહૂમ આવ્યા.