ઘણાયમાંથી મેલી આત્માઓ પણ નીકળી, તેઓ રાડો પાડતા અને કેતા કે, “તુ પરમેશ્વરનો દીકરો છો.” એણે તેઓને બીવડાવ્યા, અને બોલવા દીધા નય કેમ કે, ઈ જાણતા હતાં કે, “ઈ તો મસીહ છે.”
તેઓએ એની પાહે આવીને એને જગાડીને કીધુ કે, “પરભુ હે પરભુ! અમારો નાશ થાય છે,” પછી ઈસુએ ઉઠીને વાવાઝોડું અને પાણીના મોજાને ધમકાવ્યા એટલે તેઓ બંધ થયા અને શાંતિ થય ગય,