29 તેઓએ ઉઠીને ઈસુને શહેરથી બારે કાઢી મુક્યો, અને તેઓને ડુંઘરા ઉપરથી નીસે પાડી નાખવા હાટુ જે ડુંગર ઉપર એનુ શહેર બાંધેલુ હતું, એની ટોસ ઉપર તેઓ ઈસુને લય ગયા.
ઈ વાત હાંભળીને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં બધાય ખીજાય ગયા.
હું જાણું છું કે, તમે ઈબ્રાહિમની પેઢીના છો, તો પણ તમે મને મારી નાખવાની કોશિશમાં રયો છો, કેમ કે તમે મારા શિક્ષણને તમારા મનમા સ્વીકારુ નથી.
પણ હવે તમે મને મારી નાખવા માગો છો કેમ કે, મે તમને ઈ હાસુ વચન બતાવ્યું છે, જે મે પરમેશ્વરથી હાંભળ્યુ છે, આવું તો ઈબ્રાહિમે નોતું કરયુ.
તઈ તેઓએ ઈસુને મારવા હાટુ પાણો હાથમાં લીધો, પણ ઈ હતાઈને મંદિરથી નીકળી ગયો.
આ કારણે, ઈસુએ પણ લોકોને પોતાના લોહી દ્વારા પવિત્ર કરવા હાટુ યરુશાલેમ શહેરની બારે દુખ સહન કરીને મરી ગયા.