26 એલિયાને ઈઝરાયલ દેશમાં કોય રંડાયેલીના ઘરે મોકલવામાં આવ્યો નોતો, પણ સીદોન શહેરના પાહે સારફતના વિસ્તારમા એક બિનયહુદી વિધવાને ન્યા મોકલવામાં આવ્યો હતો.
ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઈદા, જે સમત્કારી કામ તમારામાં કરવામાં આવ્યું, ઈ જો તુર અને સિદોન શહેરના લોકોમાં થયુ હોત, તો તેઓ ક્યારનોય પન્યો ઓઢીને અને રાખમાં બેહીને પસ્તાવો કરયો હોત.