21 તઈ ઈ બધાયને કેવા લાગ્યો કે, “આજે આ શાસ્ત્રમા લખેલુ વચન તમારી હામે પુરું થયુ છે.”
અને યશાયાની આગમવાણી તેઓના વિષે પુરી થય: જે કેય છે કે, તમે હાંભળતા હાંભળશો, પણ હમજશો નય; ને જોતા જોહો, પણ તમને હુજશે નય.
તઈ એણે સોપડી બંધ કરીને સેવકને પાછી હાથમાં આપીને ઈસુ બેહી ગયો, અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં બધાય ધ્યાનથી એના ઉપર જોય રયા હતા.
પછી બધાય એની વિષે સાક્ષી આપી એના મોઢામાંથી જે કૃપાની વાતો નીકળી એનાથી આ લોકોએ નવાય પામીને કીધું કે, “ઈ ખાલી યુસફનો જ દીકરો છે”
તમે શાસ્ત્ર ઈ હાટુ વાસી લયો, કેમ કે તમે માનો છો કે, એમા જ અનંતકાળનું જીવન મળે છે, પણ આજ શાસ્ત્ર મારી વિષે સાક્ષી પુરે છે.
પણ જે વાતોને પરમેશ્વરે આગમભાખીયા દ્વારા પેલાથી તમને કય દીધી હતી. ઈ દુખ સહન કરશે અને મારી નાખવામાં આયશે, અને મસીહે એને ઈ જ રીતે પુરું કરયુ.