ઈ જ વખતે ઈસુએ લોકોના ટોળાને કીધુ કે, “શું તમે તલવારો અને લાકડીઓ લયને સોરની જેમ મને પકડવા નીકળી આવ્યા છો? હું દરોજ મંદિરમાં બેહીને શિક્ષણ આપતો હતો, તઈ તમે મને પકડયો નય.”
વિશ્રામવારના દિવસે તેઓ શહેરના દરવાજાની બારે નદી કાઠે આ હમજીને ગયા કે ન્યા યહુદી લોકોની પ્રાર્થના કરવાની જગ્યા હશે, અને ન્યાં બેહીને ભેગી થયેલી બાયુ હારે વાતુ કરશું.
આ જોયને પિતરે ઈ લોકોને કીધું કે, ઈઝરાયલ દેશના લોકો, તમે આ માણસને જોયને કેમ સોકી ગયા છો, અને અમારી બાજું આવી રીતે એકી નજરે કેમ જોય રયો છો જેમ માની લ્યો કે, અમે અમારા પોતાના અધિકાર કે સામર્થ્યથી આ માણસને હાલવા લાયક બનાવી દીધો.