13 તઈ શેતાન બધાય પરીક્ષણ પુરા કરીને ઘડીકવાર હાટુ એની પાહેથી વયો ગયો.
તઈ શેતાન એને છોડીને વયો ગયો, અને સ્વર્ગદુતો આવીને ઈસુની સેવા કરવા લાગ્યા.
ઈસુએ એને જવાબ આપ્યો કે, “શાસ્ત્રમાં ઈ હોતન લખેલુ છે કે, તું પરભુ તારા પરમેશ્વરની પરીક્ષા નો લે.”
પછી ઈસુ પવિત્ર આત્માના પરાક્રમથી ભરેલો, ગાલીલ જિલ્લામાં પાછો આવ્યો; અને એની સરસા આજુ બાજુના બધાય દેશોમાં ફેલાય ગય.
મારી પાહે હવે તમારી હારે વાત કરવા હાટુ વધારે વખત નથી રયો, કેમ કે આ જગતનો અધિકારી શેતાન આવી રયો છે, એનો મારી ઉપર કોય અધિકાર નથી.
કેમ કે, આપડા આયા મોટો પ્રમુખ યાજક આપડી દરેક નબળાય ઉપર દયા કરે છે, પણ ઈ એક જ છે, જે આપડી જેમ દરેક વાતોમાં પરીક્ષણમાં પડયો તોય એણે કોય પાપ કરયુ નય.
ઈ હાટુ કે, પરમેશ્વરની આધીન થય જાવ, અને શેતાન તમારાથી કામો કરાવવા માગે છે, એને ના પાડી દયો, તો ઈ તમારી પાહેથી ભાગીને નીકળી જાહે.