9 જેમ એક લાકડા કાપવાવાળો હારા ફળ આપે નય એવા દરેક ઝાડવાના મુળ કાપી નાખીને આગમાં નાખવા હાટુ તૈયાર કરે છે, એમ જ હવે પરમેશ્વર તેઓનો ન્યાય કરવા હાટુ તૈયાર છે જે પાપ કરવાનું બંધ નથી કરતા.
જેમ એક લાકડા કાપવાવાળો હારા ફળ આપે નય એવા દરેક ઝાડવાના મુળ કાપીને આગમાં નાખવા હાટુ તૈયાર છે, એમ જ હવે પરમેશ્વર તેઓનો ન્યાય કરવા હાટુ તૈયાર છે જે પાપ કરવાનું બંધ નથી કરતા.
પછી ઈસુએ આ દાખલો દીધો કે, એક માણસે પોતાની દ્રાક્ષાવાડીમાં એક અંજીરનું ઝાડ રોપ્યુ હતું, દરેક વરહે ઈ અંજીરીના ઝાડ ઉપર ફળો ગોતવા આવતો હતો, પણ એકય ફળ જડયુ નય.
તઈ એણે વાડીના માળીને કીધું કે, જો, ત્રણ વરહથી હું આ અંજીરના ઝાડ ઉપર ફળ ગોતવા આવું છું, પણ જડતું નથી, ઈ હાટુ એને કાપી નાખો કેમ કે, આ હારી જમીનને ખરાબ કરે છે.
જેમ કે, કોય મુસાના નિયમનું પાલન નથી કરતું અને એની વિરુધ બે કે ત્રણ લોકો સાક્ષી આપે છે, તો એની ઉપર કોય દયા કરવામાં આવતી નથી પણ મોતની સજા આપવામાં આવતી હતી.