તમારો બાપ તો શેતાન છે, અને તમે તમારા બાપના લોભને પુરો કરવા માગો છો. ઈ તો શરુઆતથી જ હત્યારો છે, ઈ હાસ ઉપર ટકી નથી રેતો કેમ કે, એમા હાસ છે જ નય. ઈ ખોટુ બોલે છે, ઈ પોતાના સ્વભાવના પરમાણે બોલે છે, કેમ કે ઈ ખોટો છે અને ખોટાય નો બાપ છે.
એથી વાયદો અને હમ ઈ બે બાબતો એવી છે જે કોયદી બદલી હકાતા નથી. એમ જ એની વિષે પરમેશ્વર ખોટુ બોલી હક્તા નથી. જેથી એની હારે સલામતી મેળવનાર આપડી હામે રાખવામાં આવેલી આશાને મજબુતીથી વળગી રેવા હાટુ બોવ વધારે પ્રોત્સાહન મળે.