6 તઈ દરેક માણસ પરમેશ્વરનાં મારગને જોહે જે લોકોને બસાવે છે.
તઈ ઈસુએ પાહે આવીને તેઓને કીધું કે, “જગતમાં દરેક જગ્યાએ જાવ અને બધાય લોકોની વસે હારા હમાસારનો પરચાર કરો.
આયા યહુદીઓ અને બિનયહુદીઓમાં કાય ભેદ નથી, કેમ કે, બધાયના પરભુ એક જ છે, અને જે એને વિનવણી કરે છે તેઓ બધાય પ્રત્યે ઈ બોવ જ ઉદાર છે.
પણ હું પુછુ છું કે, શું તેઓએ નથી હાંભળ્યું? હા ખરેખર હાંભળ્યું છે કેમ કે, આખી પૃથ્વી ઉપર તેઓનો અવાજ અને જગતના છેડા હુધી તેઓના વચનો ફેલાણા છે.