લૂકની સુવાર્તા 3:22 - કોલી નવો કરાર22 પવિત્ર આત્મા કબુતરની જેમ એની ઉપર ઉતરો, આભમાંથી એવી વાણી થય કે, “તુ મારો વાલો દીકરો છો, હું તારાથી રાજી છું.” အခန်းကိုကြည့်ပါ။ |
તમે પરભુ ઈસુ મસીહની પાહે આવ્યા છો. ઈ એક ઘરના પાયામાં રાખેલા મુખ્ય પાણાની જેમ છે, પણ ઈ એક જીવતો પાણો છે, કેટલાક લોકોએ એને અપનાવો નોતો, પણ પરમેશ્વરે એને ગમાડી લીધો અને એને બોવજ કિમતી માંને છે, અને જેવી રીતે લોકો પાણાઓથી ઘર બનાવે છે એવી જ રીતે પરમેશ્વર તમને એક હારે એક ટોળામાં ભેગા કરી રયો છે, જેમાં એનો આત્મા રેય છે એટલે કે, જે ઈસુ મસીહે આપડા હાટુ કરયુ, એના દ્વારા તમે ઈ યાજકોની જેમ જે બલિદાન સડાવે છે, એવા કામો કરો, જે પરમેશ્વરને રાજી કરે છે.