19 પણ હેરોદ રાજાએ એના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની હારે લગન કરયા હતાં અને બીજા ઘણાય ખરાબ કામો કરયા હતાં, ઈ બધાયને લીધે યોહાને એને ઠપકો આપ્યો,
યોહાન જળદીક્ષા દેવાવાળાએ જેલખાનામાં મસીહના કામનો સંદેશો હાંભળીને પોતાના ચેલાઓને એણે આ પૂછવા મોકલ્યા કે,
ઈ વખતે ગાલીલ જિલ્લાના હેરોદ રાજાએ ઈસુની વાત સીત હાંભળી.
પણ જઈ હેરોદનો જનમનો દિવસ આવ્યો, તઈ હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને તેઓને અને હેરોદને રાજી કરયા.
રોમી સમ્રાટ તિબેરીયાસના રાજ્યને પંદરમે વરહે જઈ પોંતિયસ પિલાત યહુદીયા પરદેશનો રાજા હતો, અને હેરોદ ગાલીલ પરદેશનો રાજા હતો, અને એનો ભાઈ ફિલિપ ઈતુરાઈનો અને ત્રાખોનિતીયા પરદેશનો રાજા હતો, અને લુસાનિયાસ આબીલેન પરદેશના રાજા હતો.
અને યોહાન ઘણુંય બધુ શિક્ષણ આપીને હારા હમાસાર હંભળાવતો રયો.