15 લોકો બોવ આશા રાખી રયા હતાં કે, મસીહ લગભગ જલ્દી આવી જાહે, અને એનામાંથી ઘણાય બધાય આ પણ વિસારી રયા હતાં કે, “યોહાન ક્યાક મસીહ તો નથીને?”
તઈ તેઓએ અંદરો અંદર વિસાર કરીને કીધુ કે, “આપડે રોટલી નથી લીયાવ્યા ઈ હાટુ આપણને આમ કેય છે.”
તઈ યહુદી લોકોના આગેવાનોએ આવીને એને ઘેરી લીધો અને પુછયું કે, “તુ અમને ક્યા હુધી વેમમાં રાખય? જો તુ મસીહ છો, તો અમને હાસે હાસુ કય દે.”