ઈ કારણે જે કાય તમે ઈચ્છો છો કે, બીજા માણસો તમારી હારે હારો વેવાર કરે, તો તમે પણ તેઓની હારે હારો વેવાર કરો; કેમ કે, નિયમ અને આગમભાખીયાઓનું શિક્ષણ ઈ જ છે.
સિપાયોએ પણ યોહાનને પુછું કે, “અમારે શું કરવુ જોયી?” એણે તેઓને કીધું કે, “કોયને હેરાન નો કરો, એમ જ કોયની ઉપર ખોટો આરોપ નો મુકો, તમારી કમાણીમાં સંતોષ રાખો.”
આપડી સ્યારેય બાજુ બોવ બધાય લોકો છે એનું જીવન આપણને બતાવે છે, ઈ હાટુ આવો, દરેકને એક રોક્વાવાળી વસ્તુ, અને ઘુસવણવાળા પાપોને છેટા કરીને, ધીરજથી ઈ હરીફાયમાં આગળ વધી; જેમાં આપડે ધોડવાનુ છે.