12 થોડોક વેરો ઉઘરાવનારા પણ જળદીક્ષા પામવા હારું આવ્યા અને એણે પુછું કે, “ગુરુ અમારે શું કરવુ જોયી?”
કેમ કે, જે તમને પ્રેમ કરે છે, તેઓની હારે જ પ્રેમ રાખો, તો પરમેશ્વર તમને કાય લાભ નય આપે, વેર લેવાવાળા પણ એમ જ કરે છે.
પણ વેરો ઉઘરાવનાર છેટો ઉભો રયો, પણ જઈ એણે પ્રાર્થના કરી તો એણે સ્વર્ગ બાજુ જોયું પણ નય, અને દુખી થયને છાતી કુટતા કીધુ કે, “ઓ પરમેશ્વર, હું એક પાપી છું, મારી ઉપર દયા કરીને મને માફ કરો.”
લોકોએ યોહાનને પુછયું કે, “તો અમારે શું કરવુ જોયી?”
યોહાને તેઓને કીધું કે, “તમારી હાટુ સરકારે જેટલો વેરો નક્કી કરો હોય, એના કરતાં વધારે વેરો લોકો પાહેથી નો લેતા.”
જે ઈસુએ કીધું હતું, ઈ હાંભળીને બધાય લોકો અને વેરો ઉઘરાવનારા જેઓને યોહાને જળદીક્ષા આપી હતી, તેઓએ પરમેશ્વર ન્યાયી છે એમ સ્વીકાર કરયુ.
તઈ બધાય લોકો ઈ હાંભળીને બોવ દુખી થયા, અને તેઓ પિતર અને બીજા ગમાડેલા ચેલાઓને પૂછવા લાગયા કે, “હે વિશ્વાસી ભાઈઓ, અમે શું કરી?”