8 બાયુને જે ઈસુએ કીધું હતું ઈ યાદ રાખ્યું.
અને બાયુ કબર પાહેથી આવીને અગ્યાર ચેલાઓને, અને બધાય લોકોને ઈ બધીય વાત કીધી.
ઈસુના ચેલાઓ ઈ વાતો પેલા તો હમજા નય, પણ જઈ ઈસુની મહિમા પરગટ થય, તઈ તેઓને યાદ આવ્યું કે, જે કાય એની હારે થયુ; આ એવો જ હતો જેમ શાસ્ત્રમા કીધું હતું.
પણ મદદગાર એટલે પવિત્ર આત્મા, જેને બાપ મારા નામે મોકલશે, ઈ તમને બધીય વાતો શિખવાડશે અને જે કાય મે તમને કીધું છે, ઈ બધુય તમને યાદ કરાયશે.